Monday, 23 November 2015

બારમાસી ત્રિભંગી છંદ

                                                કહું માસ કાતી તિય મદ માતી, દીપ લગાતી રંગરાતી,
                                                મંદિર મહેલાતી સબે સુહાતી મૈ ડર ખાતી ઝઝકાતી,
                                                બિરહે જલજાતી નીંદ ન આતી લખી ન પાતી મોરારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧

                                                માગશર માસી ધર્મ પ્રકાસી રુતુ હુલાસી સબભાસી,
                                                મૈ ફિરુ ઉદાસી નાખ્ય નિસાસી, ચિત ચપલાસી અકુલાસી,
                                                અન નહીં અપવાસી, વૃત્તિ અકાસી નહીં વિસવાસી મિલવાહી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૨

                                                પોશે પછતાઈ શિશિર સુહાઈ થંડ લગાઈ સરસાઈ,
                                                મન મથ મુરજાઈ રહ્યો ન જાઈ વૃજ દુ:ખદાઈ વરતાઈ,
                                                શું કહું સમજાઈ વેદવતાઈ નહીં જુદાઈ નરનારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૩

                                                મા મહિના આયે લગન લખાયે મંગલ ગાયે રંગ છાયે,
                                                બહુ રેન બઢાયે દિવસ ઘટાએ  કપટ કહાએ વરતાએ,
                                                વૃજકી વનરાયે ખાવા ધાએ, વાત ન જાયે વિસ્તારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૪

                                                ફાગુન પ્રફુલીતં, બેલ લલીતં, કીરકલીતં, કોકિલં,
                                                ગાવત રસગીતં, વસંત વજીતં દન દરસીતં દુ:ખદિલં,
                                                પહેલી કર પ્રીતં, દૂર કરિતં, નાથ અનિતં, નહીં સારી,
                                                કહે રાધે પ્યારી હું બહિહારી, ગોકુલ આવો ગિરિધારી...૫

                                                મન ચઈતર માસં, અતિ ઉદાસં, પતિ પ્રવાસં, નહીં પાસં,
                                                બન બને બિકાસં, પ્રગટ પલાસં, અંબ ફલાસં, ફળ આસં,
                                                સ્વામી સહેવાસં, દીએ દિલસં, હીએ હુલાસં, કુબજારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૬

                                                વૈશાખે વાદળ પવન અપ્રબળ અનળ પ્રગટ થળ તપત અતિ,
                                                સોહત કુસુમાવળ ચંદન શીતળ હુઈ નદીયાં જળ મંદ ગતિ,
                                                કીનો હમસે છળ આપ અકળ કળ નહીં અબળા બળ બત વારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૭


                                                જેઠે જગજીવન સુકે બનબન ઘોર ગગન ઘન સજત ઘટા,
                                                ભાવત નહીં ભોજન જાત બરસ દન, કરત ત્રિયા તન કામ કટા,
                                                તલફત બ્રજકે જન નાથ નિરંજન દિયા ન દરશન દિલધારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૮

                                                આષાઢ ઉચારંમેઘ મલારં, બની બહારં, જલધારં,
                                                દાદૂર હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,
                                                નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદકુમારં, નીરખ્યારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી….

                                                શ્રાવણ જલ બરસે સુંદર સરસે બદ્ધર ભરસે અંબરસે,
                                                તરુવર ગિરિવરસે લતા લહરસે નદીયા પરસે સાગરસે,
                                                દંપતી સુખ દરસે સેજ સમરસે લગત જહરસે દુ:ખકારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૦

                                                ભ્રાદ્રંવ હદ ભરીયા ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા તનતરીયા.
                                                મથુરામેં ગરીયાફેર નફરીયા કુબજા વરીયા વસ કરિયા,
                                                વૃજરાજ વિસરીયા કાજ ન સરીયા મન નહીં ઠરીયા હું હારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૧
                                               
                                                આસો મહીનારી આસવધારી દન દશરારી દરસારી,
                                                નવનિધિ નિહારી ચઢી અટારી વાટ સંભાળી મથુરારી,
                                                ભ્રખુભાન દુલારી કહે પુકારી તમે થયારી તકરારી,
                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૨

                                                આશો અધિકારં, ધર્મ વધારં, પ્રભુ પધારં, કર પ્યારં,
                                                સુખ એજ સુધારં, તેજ અપારં, નાથ નિહારં, વૃજ નારં,

                                                કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૩
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું - છંદ ત્રિભંગી

છંદ ત્રિભંગી

પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનું ખાવાનું
ઘોડે ચડવાનું મુંછે તાનું, ઘવરાવાનું ઘાવાનું
કૃત શુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૧

કર ધરી તલવારં , કમર કટારં, ધનુકર ધારં ટંકારં,
બંદૂક બહારં, મારં મારં હાહાકારં હોકારં,
નર કઈ નાદારં કરત પુકારં મુખ ઉચારં રામ નથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી

દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિજાવે બિરદાવે,
દાતાર નિભાવે પંડદુ:ખ પાવે, નાં મૂખ આવે દામનથી,
વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૩

ઉદ્રત નર એવા કરેન શેવા હલકા હેવા જડ જેવા ,
જનમેં દુ:ખ દેવા લાભ ન લેવા, મળે ન મેવા માગેવા,
કહે પિંગલ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી,

વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૪

Friday, 9 October 2015

Monday, 28 September 2015

મારા તે ચિત નો ચોર રે મારો સાવરીયો....... આ ગુજરાતી ગીત ને જેણે પોતાના મધુર સ્વરથી દરેક ગુજરાતીના હૈયામાં કંડાર્યું તેવા ગાયક. લતા મંગેશકરજી ના જન્મદિવસની દરેક સૌરાષ્ટ્રના લોકો તરફથી શુભેરછા.....

Thursday, 24 September 2015

Wednesday, 23 September 2015

જય સુરજ દાદા,

       આજનાં શુભ  દિવસથી આ બ્લોગનો પ્રારંભ કરી રહ્યો છુ. મને આશા છે કે આ બ્લોગ સૌરાષ્ટ્રના ઈતિહાસને તથા સૌરાષ્ટ ના મહા પુરુષો-સંતો-બહારવટિયા- અને કાળનાં ઝડબા જાલી કાળને પોતાની હથેળીમાં ચોળી નાખે તેવા વીરોને ઉજાગર કરશે અને યુવાઓ ને પ્રેરણા મળશે।
આપના સૂચનો તથા સહયોગ આ બ્લોગને વધુને વધુ ફળદાયી બનાવશે તેવી સહકારની અપેક્ષા સહ.......